Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કળીયુગના શ્રવણે દિવ્યાંગ માતા -પિતાને સ્વામિનારાયણ નગરની મુલાકાત કરાવી રહ્યો છે

પ્રાચીન કાળના શ્રવણની વાર્તા તો સૌએ સાંભળી જ હશે પરંતુ આ કળિયુગમાં પણ એક એવા શ્રવણકુમાર છે જે પોતાના માતા પિતાને સ્વામિનારાયણ નગરની મુલાકાત લેવા માટે લઈને આવ્યો છે.માતા પિતા બંને દિવ્યાંગ હોવાથી તેઓ ચાલી નથી શકતા. ત્યારે પિતાની વ્હીલચેરને તે જાતે ધક્કો મારી પિતાને નગરની મુલાકાત કરાવી રહ્યો છે.તો આવો મળીએ કળીયુગના શ્રવણને.આ ત્રણ લોકોને ધ્યાનથી જુઓ આ ત્રણમાંથી બે વ્યક્તિ આપને દ
કળીયુગના શ્રવણે દિવ્યાંગ માતા  પિતાને સ્વામિનારાયણ નગરની મુલાકાત કરાવી રહ્યો છે
પ્રાચીન કાળના શ્રવણની વાર્તા તો સૌએ સાંભળી જ હશે પરંતુ આ કળિયુગમાં પણ એક એવા શ્રવણકુમાર છે જે પોતાના માતા પિતાને સ્વામિનારાયણ નગરની મુલાકાત લેવા માટે લઈને આવ્યો છે.માતા પિતા બંને દિવ્યાંગ હોવાથી તેઓ ચાલી નથી શકતા. ત્યારે પિતાની વ્હીલચેરને તે જાતે ધક્કો મારી પિતાને નગરની મુલાકાત કરાવી રહ્યો છે.તો આવો મળીએ કળીયુગના શ્રવણને.
આ ત્રણ લોકોને ધ્યાનથી જુઓ આ ત્રણમાંથી બે વ્યક્તિ આપને દિવ્યાંગજન દેખાતા હતા. દિવ્યાંગ જન પતિ પત્ની સાથે એક નાનો બાળક છે. આ બાળકનું નામ યશ છે  યશ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. યશ છેલ્લા ત્રણ દિવસથી સ્વામિનારાયણ નગર ફરવા આવવાની જીદ કરી રહ્યો હતો.પરંતુ આ જીદ માતા પિતા પૂર્ણ કરી શકે તેમ નહોતા. કારણ કે માતા પિતા બંને દિવ્યાંગ છે.દિવ્યાંગ હોવા છતાં બંને લોકો બાળહઠ સામે ઝૂકી ગયા હતા. સ્વામિનારાયણ નગર પહોંચ્યા હતા. 
પોતાની ગાડી પર બેસીને જ નગર ચર્યા કરવાનું નક્કી કર્યું
પરંતુ સ્વામિનારાયણ નગર 600 એકરમા ફેલાયેલું હોવાથી અહીં ફરવા માટે થોડુ અઘરું હતું. પરંતુ ત્યારે યશ આગળ આવ્યો અને તેણે પિતાને કહ્યું તમે ચિંતાના કરો હું તમારી વ્હીલચેરને ધક્કો આપીને આખુ નગર ફેરવીશ દીકરાના મુખે આવી વાત સાંભળતા જ પિતા ગદગદીત થઈ ગયા અને નીકળ્યા નગરની મુલાકાતે. પત્નીને પણ વ્હીલચેર મળતી હોવા છતાં તેમણે પોતાની ગાડી પર બેસીને જ નગર ચર્યા કરવાનું નક્કી કર્યું. મહિલાનો સ્વામીબાપા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને તેઓની શ્રદ્ધા છે કે તેઓ થાક્યા વગર સમગ્ર નગરની મુલાકાત લઈ શકશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.